મહેસાણાઃ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ઉમિયાધામના પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ બીજેપીની વરણી કરવામાં આવી છે.
ઊંઝા ઉમિયાધામ ખાતે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પણ સર્વાનુમતે કરાઈ હતી. જેમાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ બીજેપીની સતત ચોથી વાર વરણી કરાઈ, જેઓ દસકોઈ અમદાવાદના ધારાસભ્ય છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ દૂધવાળા અને ગોવિંદભાઈ પટેલ વરમોરાની વરણી કરાઈ હતી. આ ઉપરાંત માનદ્ મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ નેતાજીની વરણી કરાઈ હતી.