કંડલામાં પોર્ટ પ્રશાસન દ્વારા વધુ એક વખત દબાણ સામે કાર્યવાહી

Wednesday 02nd October 2024 05:16 EDT
 
 

ગાંધીધામ: દીનદયાલ પોર્ટ દ્વારા કંડલામાં ગેરકાયદે ઊભા કરાયેલાં દબાણો પર બુલડોઝર ફેરવીને  પોર્ટ હસ્તકની કીમતી જમીનને દબાણમુક્ત કરાઈ હતી. ત્યારે 28 સપ્ટેમ્બરે ફરી પોર્ટ પ્રશાસન દ્વારા કાચાં-પાકાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. 23 દિવસ બાદ ફરી કરાયેલી કાર્યવાહી અંગે મળતી વિગતો મુજબ જૂના બન્ના વિસ્તારમાં ડીપીએ અને પોલીસ પ્રશાસન દ્વારા બીજી વખત ઝુંબેશ હાથ ધરાઈ હતી. જૂના બન્ના વિસ્તાર મીઠા પોર્ટમાં સવારથી સાંજ સુધી 150 જેટલાં ઝૂંપડાં પર બુલડોઝર  ફેરવાયું હતું. આ ઉપરાતં પોર્ટના ઓઇલ જેટી નંબર 9, 10, અને 11ના બેકઅપ એરિયામાં 50 જેટલાં દબાણો તોડી પડાયાં હતાં. 


comments powered by Disqus