કમુબહેન પલાણે સમજાવ્યું ‘મહામૂલી સ્વાસ્થ્યની મૂડી’નું મહત્ત્વ

બાદલ લખલાણી Wednesday 02nd October 2024 06:19 EDT
 
 

‘સારું સ્વાસ્થ્ય જ સાચી મૂડી છે’ આ નેમની સાથે જ ગુજરાત સમાચાર અને સંપાદક તંત્રી સી.બી. પટેલ દ્વારા એકવાર ફરી કમુબહેન પલાણને ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત ગુજરાત સમાચારના વાંચકો દ્વારા ફરીફરીને કમુબહેન પાસે યોગના પાઠ શીખવાની ખેવના દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, આપણો માનવદેહ પરમાત્માએ આપેલી સૌથી મોટી ભેટ છે. તેને સતત કાર્યરત્ રાખવા માટે યોગ ખૂબ મદદરૂપ થાય છે. સૂંઠને ગાંગળે સ્વર્ગ આવે તેવી રીતે કમુબહેને આપેલી મુદ્રાઓ અને આસન દ્વારા સારું અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
કમુબહેને જણાવ્યું કે, શરીરમાં કોઈપણ તકલીફ હોય તો માની લેવું કે તમારા શ્વાસોશ્વાસ યોગ્ય નથી. યોગ્ય શ્વાસોશ્વાસથી તમારી ઉંમર ગમે તે હોય ફાયદો થશે અને જીવનમાં આનંદની પ્રાપ્તિ થશે. યોગ્ય શ્વાસોશ્વાસથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને તમામ અંગો યોગ્ય રીતે કામ કરશે.
ઓલ્ટરનેટ નોઝ બ્રીધિંગ
તમારી જમણા હાથની તર્જની (ઇન્ડેક્સ ફિંગર)થી જમણી તરફ નાક દબાવો અને ડાબી તરફથી શ્વાસ લો, જે બાદ ડાબા હાથે ડાબી તરફના નાકને દબાવી જમણી તરફથી શ્વાસ છોડો. જે બાદ જમણી તરફથી ઊંડો શ્વાસ લઈ જમણી તરફ નાક દબાવી ડાબી તરફથી શ્વાસ છોડો. આ પ્રમાણે સતત કરવાથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને તકલીફોથી છુટકારો મળશે.
કુંભક બ્રીધિંગ
જ્યારે તમારું નાક બંધ હોય તેવા તબક્કામાં એક ઊંડો શ્વાસ લઈ નાકને બંને તરફથી બંધ કરો. શ્વાસ બને ત્યાં સુધી રોકી ધીમેથી તેને છોડો. બંને ત્યાં સુધી શ્વાસને રોકવો જરૂરી છે, જેને કુંભક બ્રીધિંગ કહેવાય. આપણા શરીરમાં લાખો બ્લોકેજીસ અને બબલ્સ છે, જેનાથી તમને અનેક શારીરિક સમસ્યાઓ સર્જાય છે. આ સ્થિતિમાં કુંભક બ્રીધિંગથી તે બ્લોકેજ અને બબલ્સ દૂર થશે અને તમને ડિસીઝ ઓછા થશે.
નાગ મુદ્રા
કેટલીક વાર ગળામાં કે છાતીમાં કફ હોવાથી શ્વાસ લેવો ભારે થઈ જાય, શ્વાસ તમારાથી યોગ્ય રીતે ન લેવાય તેને પાલ્ટિપિટેશન્સ કહેવાય. ગમે તેટલા પ્રયત્ન છતાં કફ કે બળખાં ન નીકળે, ત્યારે તે મ્યુકસના કારણે તમને તરત વાઇરસ લાગે અને બીમાર થઈ જાઓ. આ કફ ક્લીન કરવા માટે નાગ મુદ્રા ઉપયોગી છે. તમારા ડાબા હાથને ખોલી જમણા હાથનો અંગૂઠો તેની વચ્ચોવચ મૂકો, જેના પર ડાબા હાથનો અંગૂઠો મૂકો. આ મુદ્રા કરી તમારા હાથ પેટ પાસે લઈ ઊંડો શ્વાસ લઈ ધીમેથી શ્વાસ છોડો. એકાએક શ્વાસ લેવામાં તકલીફમાં નાગમુદ્રાથી તુરંત રાહત મળશે અને કફથી છુટકારો મળશે.
કાન, ગળા અને નાક-ETN ની તકલીફમાં મુદ્રાથી છુટકારો
હાલના સમયમાં અનેક લોકોને કાન, ગળા અને નાકની સમસ્યા હોય છે. આવા લોકો માટે પ્રેશર પોઇન્ટ છે. તમારા બંને હાથના અંગૂઠાને ટચલી આંગળી સુધી લઈ જઈ મુઠ્ઠી વાળો અને તમારી બંને હાથની હથેળીની નીચેની રેખાઓને ઘસો. આમ કરવાથી તમારી કાન, ગળા અને નાકની સમસ્યાઓથી તમને મુક્તિ મળશે.
તમામ અંગો સુધી ન્યુટ્રિશિયન કેવી રીતે પહોંચાડશો?
આજના સમયે ખોરાકની અનિયમિતતા વચ્ચે ખોરાકના ન્યુટ્રિશિયન અને વિટામિન્સ એકતરફ એકઠા થઈ જાય છે. કેટલીક વખત કેલ્શિયમ અને બી12નું પ્રમાણ વધી જાય છે ત્યારે તકલીફ થાય છે. આવા સમયે શરીરનાં તમામ અંગમાં ન્યુટ્રિશિયન ડિસ્ટ્રિબ્યુટ થાય તે માટે બંને હાથની આંગળીઓને એકમેકમાં પરોવી હિલ્સ ઓફ ધ હેન્ડ્સને એકબીજા સાથે રબ કરો. આમ કરવાથી જે પણ અંગમાં જે પણ ન્યુટ્રિશિયન્સની જરૂર છે ત્યાં ડિસ્ટ્રિબ્યુટ થશે.
રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી?
હાલમાં અનેક વાઇરસ અને ઋતુ બદલાવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. આ રોગો સામે લડવા માટે બંને પગ થોડા પહોળા કરી ઊભા રહીને આગળની તરફ અને તુરંત જ પાછળ એમ હાથ ભેગા કરીને જોરથી ક્લેપિંગ કરવું. જો ઊભા રહેવામાં તકલીફ હોય તો કંઈ પકડીને પણ ઊભા રહી શકાય છે. આમ કરવાથી તમારી હથેળીના તમામ પ્રેશર પોઇન્ટ એક્ટિવ થઈ જશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે.
લીવરને લગતી તકલીફોમાં શું?
ફેટી લીવર, યોગ્ય રીતે લીવર વર્ક ન કરતું હોય કે યુરિનમાં તકલીફ હોય ત્યારે ટટ્ટાર ઊભા રહી બંને હાથ થોડા છૂટા અને સીધા રાખી ઝડપથી મુઠ્ઠી બંધ કરી ખોલવી. આમ વારંવાર કરવાથી તમને લીવર અને યુરિનની તકલીફમાં રાહત મળશે.
અનિદ્રાની તકલીફમાં શું કરશો?
આજના જમાનામાં અનેક લોકોને અનિદ્રાની બીમારી થઈ જાય છે. આવા તબક્કે અનિદ્રાથી પરેશાન વ્યક્તિએ કાનની ઉપરના ભાગને ઇન્ડેક્સ ફિંગર અને થમ્બ દ્વારા દબાવો અને છોડો. આમ વારંવાર કરવાથી અનિદ્રાથી તો છુટકારો મળશે જ, સાથોસાથ બેચેની, હેડેક, માઇગ્રેન, ઊધરસ, કફ અને બ્લડ પ્રેશરમાં રાહત મળશે.
વર્ટિગો માટે પણ ઉપાય
જે કોઈ વ્યક્તિને વર્ટિગોની તકલીફ છે, તેમણે ઇન્ડેક્સ અને મિડલ ફિંગરને કાનની બંને બાજુ રાખી જો લાઇન્સથી કાનને વચ્ચે રાખી ઉપરની તરફ અને નીચેની તરફ રબ કરી પ્રેશર આપવું. આનાથી કાનમાં જમા થતો મેલ ઓછો થશે, કાનનું ઇન્ફેક્શન ઓછું થશે અને કાનમાં સંભળાવાની તકલીફ પણ દૂર થશે. વર્ટિગોના દર્દીને આનાથી ખૂબ ફાયદો થશે, રોજ આમ કરવાથી ચક્કરની સમસ્યાથી પણ છુટકારો મળશે.
કરોડરજ્જુને કેવી રીતે મજબૂત કરશો?
ઉંમર જતાં અનેક લોકો વાંકા વળી જાય છે. આ ઉંમર વધવાના કારણે નહીં પણ યોગ્ય કસરતના અભાવે થાય છે. કરોડરજ્જુને સ્વસ્થ રાખવા અને અપર બોડીમાં ચરબીને ઓગાળવા માટે વ્યક્તિએ ઊભા રહીને બંને હાથની આંગળીને વાળી અંગૂઠાથી બંધ કરવી. જે બાદ એક બાદ જુનવાણી રીતે છાશ વલોવતાં હોઈએ તેમ એક હાથને લાંબો કરી બીજો હાથ અંદર ખેંચવો. આમ કરવાથી જોડાઈ ગયેલી વર્ટિબિસ છૂટી પડશે. કરોડરજ્જુનો ઉપરથી નીચેનો ભાગ મૂવ થવાથી તેમાં એનર્જી અને ઓક્સિજન પહોંચે છે અને નવા શેલ બનશે. આમ તમારા હાડકાં, મસલ્સ, સ્પાઇન મજબૂત થવા લાગશે. આ કસરત કરવાથી બ્રેસ્ટ કેન્સરનાં જોખમ ઘટવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધશે અને ફેફસાંની ઓક્સિજન ખેંચવાની કેપેસિટી પણ વધશે
હાર્ટને આ રીતે કરો મજબૂત
તમારું હાર્ટ તંદુરસ્ત અને યોગ્ય રીતે કાર્ય કરતું હશે તો તમારું જીવન પણ લાંબું અને સ્વસ્થ રહેશે. હાર્ટને મજબૂત રાખવા માટે જમણા હાથની મુઠ્ઠી વાળી તેના વચ્ચેના પોલાણના ભાગથી હૃદયના સ્થાન પર સામાન્ય જોરથી 100 વખત મારવું. આમ કરવાથી તમારી નાડી અને નસોમાં રહેલાં બ્લોકેજ દૂર થશે અને બ્લડ સર્ક્યુલેશન યોગ્ય થશે.
વધુ ખોરાક લેવાથી ભારે થયેલા પેટ માટે
ક્યારેક વધારે ભાવતી વસ્તુ વધારે ખવાઈ જવાથી પેટ ભારે થઈ જવાની સાથે થોડી ગરબડ અનુભવાય છે. તેના માટે એક પ્રેશર પોઇન્ટ ખૂબ કામનો છે, જેને જમ્યા બાદ તુરંત જ ઉપયોગમાં લેવું જોઈએ. તમારા જમણા હાથના કાંડા પર ડાબા હાથની ચાર આંગળી છોડીને ઇન્ડેક્સ ફિંગરની વચ્ચેનો જે કાંડાનો ભાગ છે તેને પ્રેશર આપો. આમ કરવાથી તમે અનુભવશો કે તમારા પેટની ક્રિયા ઝડપથી થઈ રહી છે. આમ કરવાથી પાંચનક્રિયા ઝડપી બનશે અને એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર થશે. આમ બંને હાથમાં 15-15 સેકન્ડ કરવું.


comments powered by Disqus