નવી દિલ્હીઃ યુએનમાં શાહબાઝ શરીફે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન જાણીજોઈને આતંકને શરણ આપી રહ્યું છે. યુએન દ્વારા ઘોષિત વૈશ્વિક આતંકીઓને પણ પાકિસ્તાન શરણ આપે છે. પાકિસ્તાન પોતે કરેલાં કર્મોનું જ ફળ ભોગવી રહ્યું છે. તેની ખરાબ નીતિઓ તેના જ સમાજને બરબાદ કરી રહી છે.
એસ. જયશંકરે યુએનમાં સંબોધતાં કહ્યું કે, બીજાની જમીન પર કબજો કરનારા દેશની સચ્ચાઈ સામે આવવી જોઈએ. શાહબાજ શરીફે યુએનમાં કહેલું કે, ભારત હિન્દુત્વના એજન્ડા લઈને ચાલે છે અને પેલેસ્ટિનિયનોની જેમ જમ્મુ-કાશ્મીરના લોકો પણ પોતાના આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સંદર્ભમાં વિદેશમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનની આતંકવાદી નીતિ ક્યારેય સફળ નહીં થઈ શકે. પાકિસ્તાનને ક્યારેય માફ ન કરી શકાય.