હાલોલઃ ભાદરવાની વિદાયની સાથે આસો નોરતાંનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હાલોલ નજીકના યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નોરતાંમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે ઊમટી પડે છે. ત્યારે મંદરી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વિતરણ કરાતાં સુખડીનો પ્રસાદ બનાવવા 3 પાળીમાં કામગીરી શરૂ કરી દીધી છે. સામાન્ય દિવસોમાં 8 હજાર જેટલા પેકેટના વેચાણની સામે નવરાત્રી દરમિયાન રોજનાં 30 હજાર પેકટનું વેચાણ થતું હોય છે. એટલે કે માગ ચાર ગણી વધી જતાં 9 દિવસ દરમિયાન 40,000 ટન સુખડીનો પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.