નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવાં પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી આપી હતી. ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ(IMCTs) પૂર અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાન સ્થળના મૂલ્યાંકન માટે નિયુક્ત કરાઈ છે.