નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરમાં પ્રસાદ માટે બનાવાતા લાડુમાં પ્રાણીજ ચરબી અને માછલીનાં તેલનો ઉપયોગ કરાતો હોવાના આક્ષેપો સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, પ્રસાદમાં પ્રાણીજ ચરબી છે કે કેમ તેની તપાસ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ SITને સોંપી છે, તો તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેમણે રાહ જોવાની જરૂર હતી. તેઓ મીડિયા અને પ્રેસમાં કેમ ગયા? કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દૂર રાખો.