સુરતઃ સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા ઠુમ્મર પરિવારની 6 દિવસની બ્રેઇનડેડ બાળકીનાં અંગોનું દાન કરાયું હતું. બંને કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાથી 4 જરૂરિયાતમંદને નવજીવન મળ્યું હતું. આમ નાની વયે અંગદાન થયું હોવાનો દેશમાં આ ત્રીજો કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે.
ઉપલેટાના ઢાંકના વતની મયુર ઠુમ્મરનાં પત્ની મનિષાબહેને 23 સપ્ટેમ્બર બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન ડોક્ટરે બાળકીને બ્રેઇનડેડ જાહેર કરી હતી. પરિવાર દ્વારા અંગદાન અંગે સહમતી મળતાં સોટો ગુજરાત દ્વારા લીવર સુરતના 14 મહિનાના બાળકને અને બંને કિડની- IKDRC, અમદાવાદ તથા ચક્ષુઓ લોકદૃષ્ટિ ચક્ષુબેન્ક અમદાવાદને દાન અપાયાં હતાં.