અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોનાં મોતના ચકચારભર્યા પ્રકરણમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરી રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરતાં માર્મિક ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ બંને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માગવી જોઈએ. તેમને આ કરુણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.