પાટણઃ વિશ્વધરોહર પાટણની રાણકીવાવ જે વાર્ષિક આશરે 3 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, જ્યાં વધુ પ્રવાસીઓના આકર્ષવા એક નવું આકર્ષણ ઊભું થવા જઈ રહ્યું છે. હાલમાં તેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે અંદાજિત રૂ. 17થી 18 કરોડના ખર્ચે થ્રીડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરાયો છે.