અમદાવાદઃ અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે મોટી ઠગાઈ થઈ. ઠગાઈ કરનારા શખ્સોએ રૂ. 1.30 કરોડની નકલી નોટ આપીને 2 કિલો સોનું ઠગી લીધું અને ફરાર થઈ ગયા હતા. આટલું જ નહીં આ ઠગાઈ માટે આરોપીઓએ નકલી આંગડિયા ફર્મ પણ બનાવી હતી. સોનાના વેપારી નકલી આંગડિયા ફર્મ પર સોનું લઈને ગયા હતા, જ્યાં રૂ. 30 લાખ બીજી ઓફિસથી લેવા જવાના બહાને ત્રણ ઠગ 2 કિલો સોનું લઈને પલાયન થઈ ગયા હતા, જેની સામે રૂ. 1.30 કરોડની નકલી નોટ મૂકીને ગયા હતા.