નવી દિલ્હીઃ ઇઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીએ સોમવારે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. વાતચીત દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આપણા વિશ્વમાં આતંકવાદને કોઈ સ્થાન નથી. સરહદે તણાવ રોકવા અને તમામ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની બહાલીના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. બંને દેશોના વડા વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનાં મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે.