વડોદરાઃ માનવસર્જિત પૂર બાદ વડોદરા શહેરમાં બુધવારે 100 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. તેના ચોવીસ કલાક બાદ ગુરુવારે રાત્રે મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે 7 વાગ્યે લગભગ પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. બુધવારના વાવાઝોડાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજથાંભલા ધરાશાયી થયાં, જેના કારણે 50થી વધુ વાહનોને નુકસાન થયું હતું. વીજ થાંભલા અને સંચાર માધ્યમોના ટાવર અને થાંભલા ધરાશાયી થતાં વીજપુરવઠો અને સંચાર માધ્યમો ફોન અને ઇન્ટરનેટ નેટવર્ક ઠપ્પ થઈ ગયાં હતાં.