કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ મળી આવ્યો છે. એર્નાકુલમના 35 વર્ષના યુવાનનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો, જે દુબઈથી પાછો ફર્યો હતો.
• કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ મળ્યોઃ કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ મળી આવ્યો છે. એર્નાકુલમના 35 વર્ષના યુવાનનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો, જે દુબઈથી પાછો ફર્યો હતો.
• ચીનના સર્વેલન્સ ઉપકરણો પર પ્રતિબંધઃ લેબનોનમાં એકસાથે પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ ભારત સરકારે સુરક્ષાને ધ્યાને લઈ ચીનનાં તમામ પ્રકારનાં સર્વેલન્સ ઉપકરણોને ભારતમાં પ્રતિબંધિત જાહેર કરવા નિર્ણય કર્યો છે.
• મુંબઈમાં આતંકવાદી હુમલાની આશંકાઃ ગુપ્તચર એજન્સીઓએ તહેવાર દરમિયાન મુંબઈ પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે.
• પીએમએ 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યાંઃ વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશમાં વિકસિત રૂ. 130 કરોડના ખર્ચે બનેલા 3 પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા.
• 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સારું કામઃ રઘુરામ રાજનઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે, ભારતે 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં સારું કામ કર્યું છે. જો કે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ અને રોજગારીના સર્જનમાં વેગ માટે અન્ય ક્ષેત્રોમાં પણ વધારે કામ કરવાની આવશ્યકતા છે.
• અરુણાચલ, નાગાલેન્ડમાં AFSPA લંબાયોઃ કેન્દ્ર સરકારે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા બાદ અરુણાચલ અને નાગાલેન્ડમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ 6 મહિના લંબાવ્યો છે.
• અજમેર દરગાહ શિવમંદિર પર બની હોવાનો દાવોઃ અજમેર કોર્ટમાં એક કેસ દાખલ કરાયો છે. જેમાં દાવો કરાયો છે કે રાજસ્થાનમાં અજમેર દરગાહ એક શિવમંદિર પર બનાવાઈ હતી.
• વક્ફ વિધેયક માટે સવા કરોડ સૂચનઃ વકફ વિધેયકની તપાસ અંગે બનાવાયેલી સંયુક્ત સંસદીય સમિતિને સવા કરોડ જેટલાં સૂચન મળતાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આ અંગેની તપાસની માગ કરી છે.