સંજય રાઉતને 15 દિવસની કેદ અને રૂ. 25 હજારનો દંડ

Wednesday 02nd October 2024 06:19 EDT
 
 

મુંબઈઃ માનહાનિ કેસમાં મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની કેદની સજા અને સાથે રૂ. 25000ના દંડની સજા કરી છે. નોંધનીય છે કે સંજય રાઉત સામે આ માનહાનિનો કેસ ભાજપના નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેઘા કિરીટ સોમૈયાએ દાખલ કર્યો હતો. સંજય રાઉતે મેઘાના એનજીઓ પર રૂ. 100 કરોડનો ગોટાળો કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. વર્ષ 2022માં સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે ભાજપ નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેઘા સોમૈયાની એનજીઓ, મુંબઈના મીરાં ભાયંદર વિસ્તારમાં બનાવાયેલા શૌચાલયોના નિર્માણમાં થયેલાં રૂ. 100 કરોડના કહેવાતા ગોટાળામાં સામેલ છે. 


comments powered by Disqus