ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો હતો. મંગળવારે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12.39 વાગ્યે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરનાં વધામણાં કર્યાં હતાં. મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ-ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ પૂજા-આરતી કરી હતી.