નવી દિલ્હીઃ દેશમાં એકસાથે ચૂંટણી કરાવાની યોજનાને અમલમાં લાવવા સરકાર દ્વારા 3 બિલ લાવવાની શક્યતા છે, જેમાં બે બંધારણીય સુધારા સાથે સંબંધિત હશે. પ્રસ્તાવિત બંધારણ સુધારા બિલ પૈકી એક સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓને લોકસભા અને વિધાનસભા સાથે કરાવવા સાથે સંબંધિત છે. જે માટે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોને અનુમોદનની જરૂર પડશે. તેની ‘એક દેશ, એક ચૂંટણી’ યોજના સાથે આગળ વધતાં સરકારે આ મહિનાની શરૂઆતમાં દેશવ્યાપી સહમતિ બનાવવાની કવાયત પછી સમિતિની ભલામણોની સ્વીકારી લીધી.
ત્રણ સુધારાથી શું થશે?
• પહેલો સુધારોઃ લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણી એકસાથે કરવાની જોગવાઈ સાથે સંબંધિત હશે. જેમાં કલમ 327માં સંશોધન કરવા સાથે સંબંધિત જોગવાઈ પણ છે.
• બીજો સુધારોઃ સ્થાનિક સંસ્થાનોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચના પરામર્શથી ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવા સાથે સંબંધિત બંધારણીય જોગવાઈમાં સુધારા માટે પ્રસ્તાવ મૂકશે.
• ત્રીજો સુધારોઃ આ બિલ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાની જોગવાઈમાં સુધારો કરનારું એક સામાન્ય બિલ હશે.