‘મુજે માશુકા સે મિલને પાકિસ્તાન જાના હૈ, વિઝા ચાહીયે’: કાશ્મીરી યુવાન પોલીસમાં પહોંચ્યો

Wednesday 02nd October 2024 05:16 EDT
 
 

ભુજઃ ખાવડા પોલીસ બુધવારે અસમંજસમાં મુકાઈ હતી, જ્યારે એક કાશ્મીરી યુવાને આવીને કહ્યું કે, ‘મુજે માશુકા કો મિલને પાકિસ્તાન જાના હૈ. પોલીસ મેં સે પાકિસ્તાન કા વિઝા લેના હૈ.’ કાશ્મીરથી આવેલા ઇમ્તિયાઝ અહેમદ અબ્દુર રશીદની આ અજુગતી માગણી કરાતાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી.
ખાવડા પોલીસે કાશ્મીર પોલીસ પાસે ખરાઈ કરતાં જાણવા મળ્યુંું કે, તે માનસિક અસ્વસ્થ છે, જે એકતરફી પ્રેમમાં પાગલ બનીને પાકિસ્તાન જવા માગતો હતો. યુવકની સ્થિતિના આધારે તેને પરત મોકલી દેવાયો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિએ માનસિક અસ્વસ્થ ઇમ્તિયાઝને કહ્યું હતું કે, ખાવડાથી મંજૂરી લઈને પાકિસ્તાન જવાય છે. જેથી તે અહીં આવ્યો હતો અને પાકિસ્તાનમાં તેની પ્રેમિકાને મળવા જવાનું રટણ કરતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસનો સંપર્ક કરતાં તેનો કોઈ ગુનાઇત ઇતિહાસ જણાયો નથી.


comments powered by Disqus