લખનઉઃ બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું છે. જેલમાં તબિયત બગડયા પછી તેમને ગંભીર સ્થિતિમાં દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યોગી સરકારે તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુખ્તાર અંસારી બેરેકમાં પડી ગયા હતા. તેને સ્ટૂલ સિસ્ટમમાં તકલીફ હતી. તેને આઇસીયુમાં 14 કલાક રાખી સારવાર કરવામાં આવી હતી. મુખ્તારે કોર્ટમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે તેને જેેલમાં સ્લો પોઇઝન આપવામાં આવી રહ્યું છે.