નવી દિલ્હીઃ વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા અને હરિશ સાલ્સવે સહિત 600થી વધુ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જણાવ્યું છે કે ‘સ્થાપિત હિતોનું એક જૂથ’ ખાસ કરીને રાજકીય નેતાઓ સામેના ભ્રષ્ટાચારના કેસોમાં ન્યાયતંત્ર પર દબાણ લાવવા અને અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી અદાલતોને નુકસાન થઈ રહ્યું છે. આ સ્થાપિત હિતો આપણી અદાલતોની તુલના એવા દેશો સાથે કરી રહ્યાં છે કે જ્યાં કાયદાનું શાસન નથી.
પત્રમાં વિપક્ષના નેતાઓનો બચાવ કરતાં વકીલોના એક જૂથને ટાર્ગેટ કરાયું છે, પરંતુ કોઇનું નામ લીધા વગર આક્ષેપ કરાયો છે કે આ વકીલો દિવસભર રાજકારણીઓનો બચાવ કરે છે અને પછી રાત્રે મીડિયા દ્વારા ન્યાયાધીશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.