નવી દિલ્હીઃ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા કોવિડ-19 વેક્સિનેશનને લઈને ચલાવવામાં આવેલા કેમ્પેઇન પર લાલઆંખ કરાઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ તરફથી ગેરમાર્ગે દોરનારી જાહેરાત તુરંત બંધ થવી જોઈએ. આઇએમએની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પતંજલિની ગેરમાર્ગે દોરનારી જાહેરાતથી એલોપથી દવાઓની ઉપેક્ષા થઈ રહી છે.
હાથ જોડીને માફી માગી
આ અંતે પતંજલિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેમનાથી ચૂક થઈ છે. આ અંગેની સુનાવણી છતાં અખબારોમાં જાહેરાત છાપવા અંગે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું, જેની સામે રામદેવના વકીલે કહ્યું કે અમે કોઈપણ શરત વિના માફી માગીએ છીએ.
શું છે આઇએમએનો આરોપ?
આઇએમએનો આરોપ છે કે પતંજલિના દાવાઓની પુષ્ટિ નહીં થઈ અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદ દ્વારા દાવો કરાયો છે કે તેમની પ્રોડક્ટ કોરોનિલ અને સ્વસારીથી કોરોનાનો ઇલાજ થઈ શકે છે. આ દાવા બાદ કંપનીને આયુષ મંત્રાલય દ્વારા ફટકાર લગાવાઈ હતી.