ભુજઃ મુન્દ્રામાં માનેશ્વર મહાદેવ અને શીતળા માતાના મંદિરે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કચ્છમાં પ્રથમ કેદારનાથ મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવતાં સમસ્ત નગર શિવમય બન્યું હતું. વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી બહોળી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા. જેમાં પ્રથમ પૂજન, ધ્વજારોહણ, મહાઆરતી, જળયાત્રા, શિખર પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ ભજનમંડળી અને રાસ-ગરબા નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી