રાજકોટઃ મૂળ કચ્છી ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહની કેનેડાની વિનિપેગસ્થિત બોનફાયસ હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરાઈ છે. 110 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ગુજરાતી અગ્રણી હોસ્પિટલના બોર્ડ પર વરાયા છે. બોનફાયસ હોસ્પિટલ 150 વર્ષ જૂની છે.
કેનેડા - ભારત વચ્ચેના ટ્રેડમાં પાંચ દાયકાથી યોગદાન આપનારા હેમંતભાઈ કહે છે કે, ત્રણ વર્ષ પહેલાં હૃદયની બીમારી પછી 30 દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રહ્યો હતો. સાજા થયા બાદ મેં વોલેન્ટિયર તરીકે સુધારા સૂચવ્યા. હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આવ્યા પછી દર્દી અને ડોક્ટર તથા હેલ્થકેર ટીમ સાથે આત્મીયતા વધે અને હવે નવાં ઇક્વિપમેન્ટ ટેક્નોલોજીની શું જરૂર છે તેની ડોનેશન ડ્રાઇવ કરીશું. કેનેડામાં ભારતીય ડોક્ટરોની ટીમ ઘણી મોટી છે.