ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં ભાજપમાં ઊઠેલા વિવાદો પરિણામ આવ્યા પછી પણ પડઘાઈ રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ભાજપના નેતા કાળુ વિરાણીનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે. મતદાન પહેલાનો આ વીડિયોમાં તેઓ ફોન પર સામેની વ્યક્તિને કહી રહ્યા છે કે, આ વખતે કોંગ્રેસને જ મત આપવાનો છે. મતદાનના આગલા દિવસે ભજિયા પાર્ટી કરીને લોકોને કોંગ્રેસની તરફેણમાં મત આપવા સમજાવજો.
સાવરકુંડલાના ધારાસભ્ય રહી ચૂકેલા વિરાણી પોતે પણ અમરેલી બેઠક પરના ટિકિટવાંચ્છુ પૈકી એક હતા. જો કે ઘણા સમયથી તેઓ સાઇડલાઇન થઈ ગયા છે. વીડિયોમાં કાળુભાઈ વિરાણી કહી રહ્યા છે કે, પંજામાં મતદાન કરવાનું છે. જેનીબહેન ઠુમ્મરને. કમળમાં કંઈ લેવાનું નથી. કંઈ કરે એમ પણ નથી , ધ્યાન પણ નથી આપતા. આ વખતે એને પોરો દેવાનો છે.