પાવાગઢ પર વરસાદથી ભૂસ્ખલનઃ પગથિયાંની રેલિંગ તૂટી

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

પાવાગઢઃ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આ વરસાદના કારણે યાત્રાળુઓ સહિત ડુંગર પર વસતા 400થી વધુ પરિવારોને અસર થઈ છે. શનિવારે ભારે વરસાદથી બપોર પછી રોપ-વે સેવા બંધ થતાં હજારો યાત્રાળુઓને ડુંગર પરથી માચી સુધી પગપાળા ઊતરવું પડ્યું હતું, જ્યારે શનિવારની રાત્રે મંદિર તરફ જતા તારાપુર દરવાજા નજીક પગથિયાં પર તોતિંગ પથ્થર પડતાં લોખંડની પ્રોટેક્શન ગ્રીલને ભારે નુકસાન થયું હતું.


comments powered by Disqus