અમદાવાદઃ ભાદરવી પૂનમે અંબાજી ખાતે યોજાતો મેળો દેશભરમાં પ્રચલિત છે. અંબાજી બાદ હવે ભાદરવી પૂનમના દિવસે ઊંઝા ઉમિયા મંદિર ખાતે પહેલીવાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા ઉમિયા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, વર્ષોથી ભાદરવી પૂનમે લાખો ભક્તો સંઘ મારફતે પૂનમ ભરવા માટે આવે ત્યારે આ વર્ષથી પ્રથમવાર ઊંઝામાં 7 દિવસીય મેળાનું આયોજન કરાશે. આ વર્ષે આશરે 251થી વધારે સંઘો ભાદરવી પૂનમે ઊંઝા આવશે, જેમનું ઉતારો આપવા સાથે સ્વાગત કરાશે. મેળાની સાથે 7 દિવસ મંદિરમાં વિવિધ સંઘો દ્વારા 12 હજારથી વધુ ધજા ચઢાવવા સાથે મહોત્સવનું આયોજન કરાયું છે.