ભુજઃ વર્ષો પહેલાં મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત્ છે, ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે, પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલા જૂના જમાનાના પટારાની તપાસ કરતાં તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.
જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લાં તાળાં પર જતાં તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારીને જાણ કરી હતી. જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવાયો હોવાનું જાણવા મળ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી.