રાજકોટઃ રૂ.1405 કરોડના ખર્ચે રાજકોટથી 32 કિલોમીટર દૂર 11 માસ પહેલાં જ પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન થયું એ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પેસેન્જર એરિયાની કેનોપી ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં સ્હેજમાં રહી ગઈ હતી. મુસાફરો આ કેનોપીથી થોડે દૂર ઊભા હોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પ્રથમ જ વરસાદે એરપોર્ટની હાલત બસ સ્ટેન્ડથી પણ બદતર બની ગઈ હતી. વરસાદ બાદ એરપોર્ટના મેઇન ગેટ પાસે આવેલા કેનોપીમાં પાણી ભરાયું હતું, જે એકાએક ધરાશાયી થતાં મુસાફરો અને એરપોર્ટ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.