સુરતઃ સુરતના ભીમપોર ગામસ્થિત બાવળ ફળિયામાં રહેતા જમીન દલાલને ત્યાં ડુમસ પોલીસે ગત બુધવારે રેડ કરી 8 વર્ષ અગાઉ રદ થયેલી રૂ. 500ની 14 હજાર અને રૂ. 1000ની 500 નોટ સાથે નવસારીમાં રહેતા સીઆરપીએફના જવાન સહિત 4 શખ્સને ઝડપ્યા હતા. તમામ નોટ સીઆરપીએફનો જવાન જ લાવ્યો હતો. રૂ. 75 લાખની મતાની પણ હાલ કોઈ કિંમત ન ધરાવતી તમામ નોટ સુરત કેમ લાવ્યા તે અંગે ડુમસ પોલીસ કોઈ વિગત મેળવી શકી નથી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસ પોલીસે મળેલી હકીકતના આધારે ગત બુધવારે સવારે 11 વાગ્યે ભીમપોર ગામ બાવળ ફળિયામાં રહેતા જમીનદલાલ નરેશભાઈ પટેલના ઘરે રેડ કરી હતી.