સુનિતા વિલિયમ્સ માટે વતન ઝુલાસણમાં પ્રાર્થના

Wednesday 03rd July 2024 06:20 EDT
 
 

મહેસાણાઃ કડી તાલુકાના ઝુલાસણ ગામનાં વતની અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેમના એક સાથી સાથે અટવાઈ ગયાં છે. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે પરત ફરી શકતાં નથી. નાસાએ આ અંગે જણાવ્યું કે, સુનિતા અને તેમના સાથીને પરત ફરતાં હજુ સમય લાગી શકે છે.
બીજી તરફ સુનિતા વિલિયમ્સનાં વતન ઝુલાસણમાં ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. શુક્રવારે ઝુલાસણ હાઇસ્કૂલના આચાર્ય એ.પી. પ્રજાપતિના માર્ગદર્શનમાં ગ્રામજનોએ દોલા માતાના મંદિરે સુનિતા હેમખેમ પરત આવે તેની પ્રાર્થના કરી હતી. આ અંગે શનિવાર ધૂન અને રવિવારે માતાજીના મંદિરે હવનનું આયોજન કરાયું હતું.
ગ્રામજનોને માતાજી પર પૂર્ણ શ્રદ્વા
ગામલોકોએ કહ્યું કે, 9 ડિસેમ્બર, 2006ના રોજ સુનિતા વિલિયમ્સનું પ્રથમ વખત અવકાશમાં ઉતરાણ થયું હતું. એ વખતે તેમણે 195 દિવસ રોકાણ કર્યું હતું. જ્યારે જૂન 2007માં પરત ઉતરવાનાં હતાં, ત્યારે પણ તેમના યાનમાં ખામી સર્જાઈ હતી. ત્યારે પણ ગામમાં અખંડ જ્યોત ફરી હતી અને સુનિતા હેમખેમ આવ્યાં હતાં. આ વખતે પણ અમને માતાજી પર પૂર્ણ શ્રદ્ધા છે, તેઓ ઝડપથી પૃથ્વી ઉપર પરત ફરશે.
સુનિતા 2007માં ઝુલાસણ આવ્યાં હતાં
વર્ષ 2007માં સુનિતા સ્પેસમાં જઈ પરત આવ્યાં ત્યાર બાદ ઝુલાસણ આવ્યાં ત્યારે આખા ગામમાં ઉત્સાહ છવાયો હતો.

મહેસાણાઃ કડી તાલુકાના ઝુલાસણ ગામનાં વતની અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેમના એક સાથી સાથે અટવાઈ ગયાં છે. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે પરત ફરી શકતાં નથી. નાસાએ આ અંગે જણાવ્યું કે, સુનિતા અને તેમના સાથીને પરત ફરતાં હજુ સમય લાગી શકે છે.બીજી તરફ સુનિતા વિલિયમ્સનાં વતન ઝુલાસણમાં ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. શુક્રવારે ઝુલાસણ હાઇસ્કૂલના આચાર્ય એ.પી. પ્રજાપતિના માર્ગદર્શનમાં ગ્રામજનોએ દોલા માતાના મંદિરે સુનિતા હેમખેમ પરત આવે તેની પ્રાર્થના કરી હતી. આ અંગે શનિવાર ધૂન અને રવિવારે માતાજીના મંદિરે હવનનું આયોજન કરાયું હતું. ગ્રામજનોને માતાજી પર પૂર્ણ શ્રદ્વાગામલોકોએ કહ્યું કે, 9 ડિસેમ્બર, 2006ના રોજ સુનિતા વિલિયમ્સનું પ્રથમ વખત અવકાશમાં ઉતરાણ થયું હતું. એ વખતે તેમણે 195 દિવસ રોકાણ કર્યું હતું. જ્યારે જૂન 2007માં પરત ઉતરવાનાં હતાં, ત્યારે પણ તેમના યાનમાં ખામી સર્જાઈ હતી. ત્યારે પણ ગામમાં અખંડ જ્યોત ફરી હતી અને સુનિતા હેમખેમ આવ્યાં હતાં. આ વખતે પણ અમને માતાજી પર પૂર્ણ શ્રદ્ધા છે, તેઓ ઝડપથી પૃથ્વી ઉપર પરત ફરશે.સુનિતા 2007માં ઝુલાસણ આવ્યાં હતાંવર્ષ 2007માં સુનિતા સ્પેસમાં જઈ પરત આવ્યાં ત્યાર બાદ ઝુલાસણ આવ્યાં ત્યારે આખા ગામમાં ઉત્સાહ છવાયો હતો.


comments powered by Disqus