સુરત એરપોર્ટ પર ફ્લાઇટની વિંગ સાથે લેડર ભટકાતાં નુકસાન

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

સુરતઃ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શુક્રવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત ફલાઇટની વિંગમાં લેડર ભટકાતાં પ્લેનને ગંભીર ડેમેજ થયું હતું, જેથી ફલાઇટને ગ્રાઉન્ડ કરાઈ હતી. પાર્કિંગમાં યાત્રીઓને ઉતારવા માટે લેડર લગાવાઈ રહ્યું હતું, ત્યારે રિવર્સ આવતા ટ્રેક્ટર સાથેનું લેડર ફલાઇટની વિંગમાં ભટકાયું હતું. આ ઘટનાનો રિપોર્ટ સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને કરાયો છે.


comments powered by Disqus