ગુજરાતમાં ફ્લાઈટમાં બોમ્બના કુલ 45 ધમકીભર્યા મેસેજ

Wednesday 04th December 2024 05:10 EST
 
 

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં બોમ્બના ધમકીભર્યા મેસેજના પ્રમાણમાં વધારો થયો હતો. ગુજરાતના એરપોર્ટમાં જ છેલ્લાં 2 વર્ષમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાના કુલ 45 કોલ્સ આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી 2023થી અત્યાર સુધી ફ્લાઇટમાં બોમ્બ હોવાના કુલ 1116 કોલ આવ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ 994 કોલ્સ પૈકી ઓક્ટોબરમાં 666, જૂનમાં 116, એપ્રિલમાં 60 કોલ્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus