પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોની સાથે VYO દ્વારા બાળકો અને યુવાનોમાં હિન્દુ-સનાતન સંસ્કારનું સંવર્ધન

બાદલ લખલાણી Wednesday 04th December 2024 06:10 EST
 
 

ગુજરાત સમાચાર તમામ સમાજોને એકતાંતણે બાંધનારું એક પરિબળ બની રહે છે, ત્યારે 28 નવેમ્બરે વૈષ્ણવ સમાજ અને વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન – VYOને લગતી અવનવી વાતોને લઈ વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’નું આયોજન કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કરતાં કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે, લંડનમાં VYO દ્વારા સુંદર આયોજન થઈ રહ્યાં છે, જેમાં યુવાનોને પણ જોડવામાં આવે છે. આજ ઉદ્દેશ્યને લઈને ગુજરાત સમાચારે ખાસ સોનેરી સંગતના કાર્યક્રમનું આયોજન કર્યું છે. વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા વડોદરાના વ્રજધામસ્થિત પૂજ્ય ગોસ્વામી વ્રજરાજકુમારે દેશવિદેશનાં બાળકો અને યુવાનોને વૈષ્ણવ અને હિન્દુ સમાજનું શિક્ષણ આપી ભારતીય સંસ્કારોના સંવર્ધન હેતુ યુકે સહિત અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં VYOની સ્થાપના કરી છે. પૂજ્ય ગોસ્વામી ઇન્દિરાબેટી સૌના વહાલા જીજીશ્રી યુકે આવતા ત્યારે 15થી 16 વર્ષના જેજેશ્રી વ્રજરાજકુમારજી પણ તેમની સાથે અહીં પધારતા. 2014-15માં તેઓ જીજીશ્રી સાથે લંડન પધાર્યા ત્યારે જેજેશ્રી વ્રજરાજકુમારજીએ વલ્લભ ટ્રસ્ટ-યુ.કેના લાભાર્થે ભાગવત કથા કરી અદભુત ફંડ એકત્ર કર્યું હતું. તેમની વિચારધારા યુવાનોમાં જાગૃતિ લાવવાની છે. 
કોકિલાબહેન પટેલ દ્વારા વૈષ્ણવ યૂથ ઓર્ગેનાઇઝેશન અને વૈષ્ણવ સમાજ અંગે પ્રકાશ પાડ્યા બાદ મરિનાબહેન જેકબે વલ્લભાચાર્યનાં સુંદર ભજન તેમના સુંદર કંઠથી રજૂ કર્યાં હતાં.
VYO યુકેના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જયશ્રીબહેન રાડિયાને આમંત્રણ આપતાં કોકિલાબહેને તેમને VYO અને જેજે અંગે માહિતી આપવા આગ્રહ કર્યો.
જયશ્રીબહેન રાડિયાઃ પૂજ્ય જીજીએ એકવાર કહ્યું હતું, વૃક્ષ સુગંધ અને સ્વાદ માટે ફળ અને ફૂલો આપશે. શરીરને પોષવા માટે સ્વાદ અને આત્માને પોષવા માટે સુગંધ. જીજીએ પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. આપણે એ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શ્રી વ્રજરાજકુમારજીએ સેંકડો લોકોના જીવનમાં સુગંધ અને સ્વાદ લાવવાના જીજીના વિઝનને સફળતાપૂર્વક અપનાવી અમલમાં મૂક્યું છે અને વ્યક્ત કર્યું છે. માત્ર 15 વર્ષમાં VYO 50થી વધુ દેશોમાં ખરેખર વૈશ્વિક સંસ્થા બની ગઈ છે, અને તેની યુ-ટ્યૂબ ચેનલ પર 50,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ પણ બની ગયા છે. જેજે શ્રીએ સામાજિક-આધ્યાત્મિક ચિનગારી પ્રગટાવી છે અને હવે સમય આવી ગયો છે કે આપણે એકલતા, હતાશા અને ડિસ્કનેક્શનના રોગચાળાને નાબૂદ કરીને વિશ્વમાં આગ લગાવીએ. આપણે શ્રીકૃષ્ણ અને સમાજની નિઃસ્વાર્થ સેવામાં પોતાને લીન કરવા જોઈએ. VYO UK ની સ્થાપના જેજેશ્રી દ્વારા 2016 માં કરાઈ હતી. અમે હજુ પણ જીવનના જાગૃત તબક્કામાં છીએ, આદરણીય જેજેશ્રી અમારી પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લે છે અને ઘણી અંશે પ્રેરક શક્તિ છે. અમે પરોપકાર ઉપરાંત ધ્યેય તરફ આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પણ ખૂબ ઉત્સુક છીએ. જેજે કહે છે કે, તમારા 6 થી 16 વર્ષના બાળકને અમારી સાથે જોડો અને અમે તેમને ભારતીય મૂલ્યો સાથે ઘડાયેલા સાચા હિન્દુ બનાવીશું. લેસ્ટરમાં અમારી પાસે 2, ઉત્તર પશ્ચિમ લંડનમાં 2 અને દક્ષિણ લંડનમાં એક કેન્દ્ર છે. આ ઉપરાંત અમે ઝૂમ દ્વારા પણ અમારા વર્ગો ચલાવીએ છીએ. અમારો શિક્ષણ અભ્યાસક્રમ મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને શિક્ષણશાસ્ત્રીઓ તેમજ આધ્યાત્મિક નેતાઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. 
જયશ્રીબહેન પાસેથી રસપ્રદ માહિતી જાણ્યા બાદ કોકિલાબહેન પટેલે VYOના ચેરમેન કંતેશભાઈ પોપટને આમંત્રણ આપ્યું.
કંતેશભાઈઃ ૧૦૮ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીએ જીજીશ્રી ઇન્દિરા બેટીજીનું સ્થાન લીધું છે. હું છેલ્લા કેટલાક સમયથી જેજેને ફોલો કરી રહ્યો છું. જૂની વલ્લભ શાખાઓમાં બે મુદ્દા છે. એવી પરિસ્થિતિઓ છે જ્યાં તમારે આધ્યાત્મિક રીતે વિકાસ કરવો જોઈએ. જેજે ખરેખર સુંદર કામ કરી રહ્યા છે. અમે VYO-UK માં છીએ અને છેલ્લાં 10 વર્ષોમાં સફળતાપૂર્વક કામ કર્યું છે. અમે અમારી પાસેના મેનેજ્ડ સર્વર્સ પર જેજેના મળેલા દરેક નાના પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. VYO-UK થકી અમે જે કર્યું છે તેમાં સહકાર આપવા માટે આપ સૌનો આભાર, ખાસ સીબી પટેલ અને કોકિલાબહેને ઘણી વખત અમને મદદ કરી છે. ગુજરાત સમાચારનો ખૂબ આભાર. 
જેજે ઇચ્છે છે તમામ સનાતની બાળકો આપણું શિક્ષણ પ્રાપ્ત કરી આધ્યાત્મિકતા તરફ વળે. તેની સાથે જ આગળ વધે, પૈસા બચાવે, લોકોને મદદ કરે અને દરેક જગ્યાએ સુખ પ્રદાન કરાવે. આ જેજેનો ધ્યેય છે, મને લાગે છે કે તેઓએ 10 વર્ષમાં ખૂબ જ સારું કર્યું છે. યાદ રાખો તેઓ માત્ર 38 વર્ષના છે. મેં તેમને મારા જીવનમાં ક્યારેય દિવસમાં 2 કલાકથી વધુ ઊંઘતા જોયા નથી. તેઓ તમને સનાતન ધર્મ દ્વારા પ્રોત્સાહન આપે છે. અમારા VYOનો અભ્યાસક્રમ બિલકુલ નિઃશુલ્ક છે, જેના દ્વારા સત્ય બોલવા, સનાતન ધર્મને આગળ લાવવા, હિન્દુ ધર્મના મહાત્મને શીખવા, સાચા-ખોટાની સમજણનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમને શિક્ષણ માટે સ્પોન્સર્સની પણ જરૂર નથી. VYOને આગલા સ્તર પર લઈ જવા આપણે ફક્ત આગળ વધવાની જરૂર છે, કારણ કે આપણે પશ્ચિમી દેશમાં રહીએ છીએ.
કોકિલાબહેન પટેલે નોર્થ લંડનનાં પ્રેસિડેન્ટ પ્રતિભાબહેન લાખાણીને તેમના દ્વારા કરાતી એક્ટિવિટીની માહિતી આપવા આગ્રહ કર્યો.
પ્રતિભાબહેન લાખાણીઃ હું જેજેશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી નોર્થ લંડનમાં સેવા આપું છે. નોર્થ લંડન VYOની 12 સભ્યની કમિટી દરવર્ષે વિવિધ ચેરિટી કાર્યક્રમની સાથે દરમહિને સત્સંગ યોજીએ છીએ. નોર્થ લંડન VYO અંતર્ગત બાળકોની શાળા ચલાવવામાં આવે છે, જેનો લાભ 5 વર્ષથી લઈ 16 વર્ષ સુધીનાં બાળકો અભ્યાસ કરે છે. અહીં 3 શાળા હેરોમાં, એક વેમ્બ્લીમાં અને બે ઓનલાઇન ક્લાસ ચલાવીએ છીએ, જ્યાં 80થી 90 બાળકો 10:30થી 11:30 વાગ્યે જોડાય છે, જેમને 12 શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે. ખુશીની વાત છે કે, આ તમામ 12 શિક્ષકો સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે આ શાળા સ્વયંસેવકોના  જોરે પણ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને અનેક તહેવારો નિમિત્તે તો એક્ટિવિટી થાય જ છે, સાથોસાથ વાર્ષિક સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરાવાય છે. આ સિવાય ગયા અઠવાડિયે જ પૂજ્ય જેજેના જન્મદિવસની સત્સંગ કરી ઉજવણી કરવામાં આવી હતી,
કોકિલાબહેને દેવયાનીબહેન પટેલને આમંત્રણ આપતાં VYOની કામગીરી પર પ્રકાશ પાડવા વિનંતી કરી.
દેવયાનીબહેનઃ 1914માં વલ્લભનિધિ ટ્રસ્ટ વેમ્બ્લી સનાતન મંદિર આયોજિત ભાગવત કથા માટે વલ્લભકુળના પૂજ્ય જીજીશ્રી ઇન્દિરાબેટીજી સાથે જેજે શ્રી વ્રજરાજકુમારજી લંડન પધાર્યા હતા. આ સમયે પહેલી વાર સાઉથ લંડનના રાધાકૃષ્ણ મંદિરમાં તેમની પધરામણી થઈ હતી. ત્યારે શ્રીનાથજી હવેલી સાથે રાધાકૃષ્ણ અને શિવ-પાર્વતી બિરાજતા જોઇ જેજેશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મંદિરની બાજુમાં જ કેરહોમમાં અશક્ત વૃદ્ધોની સેવા-સુશ્રૂષા થતી જોઈ જેજેને ખૂબ આનંદ થયો હતો. 2016માં જેજેશ્રીએ નાનાં બાળકો અને યુવાનોને ધાર્મિક જ્ઞાન આપવા માટે વીકએન્ડ ક્લાસ શરૂ કરવા અમને માટે પ્રેરણા આપી હતી.
૨૦૧૬માં જ જેજેશ્રીએ નાના બાળકો અને યુવાનોને રીલીજીયસ એજ્યુકેશન આપવા વીકેન્ડમાં કલાસીસ શરૂ કરવા પ્રેરણા કરી હતી. એ વખતે જેજેશ્રીએ મંદિરમાં બિરાજમાન શ્રીજીબાવાને આવિર્ભાવ કર્યો. જેજેશ્રીએ ઠાકોરજીનું સ્વરૂપ જોઇને કહ્યું કે આ સ્વરૂપ આપણે પુષ્ટાવવું પડે. એ સમયે સાઉથ લંડનના ધામેચા લોહાણા સેન્ટરમાં VYO આયોજીત શ્રીમદ ભાગવત કથામાં અમે બાલમ મંદિરના ટ્રસ્ટીઓ સ્ટેજ પર જઇને જાહેર કર્યું કે સાઉથ લંડનની શ્રીજીબાવાની હવેલી અમે પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીને હસ્તક સોંપીએ છીએ. ૨૦૧૭માં જેજેશ્રી પધાર્યા અને શ્રીનાથજી બાવાનું પુષ્ટીમાર્ગીય વિધિથી પુષ્ટીકરણ કર્યું.
બાલમ મંદિરમાં વર્ષોથી સેવા પ્રદાન કરતા પૂજારીશ્રી પ્રેયસભાઇએ જણાવ્યું કે બાલમના રાધાકૃષ્ણ શ્યામા આશ્રમ બાલમ મંદિર શ્રી ગોવર્ધનનાથજીની હવેલીની પ્રાણપ્રતિષ્ઠા 1972માં શ્યામામાતાએ લંડનમાં આવ્યાં હતાં ત્યારે કરવામાં આવી. તેમના દ્વારા અહીં રાધા-કૃષ્ણ મંદિર બનાવવામાં આવ્યું, જે બાદ પાછળ શિવપરિવારનું પણ મંદિર બનાવ્યું. આજે અહીં જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, ઋષિ ચૌદશ, હોળી, દિવાળી, અન્નકૂટ અને ગોવર્ધનપૂજા જેવા તમામ સનાતન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. પૂજ્ય જેજેશ્રીનાં અહીં ચરણ કમળ પડ્યા અને ઠાકોરજીનો અહોર્ભાવ કરાવ્યો ત્યારબાદ તો પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવોનો મહિમા વધ્યો છે. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અહીં ખૂબ સેવા આપવામાં આવે છે. આજે અહીં VYO અંતર્ગત સ્કૂલ ચાલી રહી છે, ગુજરાતી અને હિન્દી ક્લાસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત દરમહિને તેમના માર્ગદર્શન હેઠળ ભજન અને ભોજનનો કાર્યક્રમ પણ થાય છે.
VYO દ્વારા કરવામાં આવતાં કાર્યો જાણ્યા બાદ ગુજરાત સમાચારના પ્રકાશક તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન – ઇન્ટરનેશનલના પ્રણેતા આદરણીય વ્રજરાજકુમારજી દ્વારા કરવામાં આવેલી ક્રાંતિનાં આપણે આજે દર્શન કર્યાં. ઇન્દિરાબેટીજીએ વ્રજરાજકુમારજીને વારસદાર તરીકે મૂક્યા, જેઓ અદભુત કામ કરી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના સથવારે જેજે ધર્મ અને અધ્યાત્મની સાથે શિક્ષણ અને સમાજસેવા પણ સુંદર રીતે કરી રહ્યા છે. જેજેને વંદન. આ કાર્યક્રમમાં જોડાવા અને સહકાર આપવા બદલ આપ સૌનો આભાર.


comments powered by Disqus