રાજકોટઃ ત્રિકોણબાગની એસબીઆઇની જિમખાના બ્રાન્ચના બેન્ક લોકરમાં બુધવારે કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ બેન્કમાં અંદાજિત રૂ. 2 હજાર અરજદારનાં લોકર આવેલાં છે. કેડસમાં પાણી ભરાઈ જતાં તમામ લોકરમાં રાખેલા દાગીના, રોકડ અને દસ્તાવેજો પલળી ગયા હતા. વર્ષ 2013માં પણ આ સ્થિતિ નિર્માણ પામી હતી. બેન્ક મેનેજર વિનેશ રાજાએ કહ્યું હતું કે, લોકર અંડર ગ્રાઉન્ડ છે. અહીં સતત જમીનમાંથી પાણી નીકળે છે. સતત ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેતાં લોકર રૂમમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. બેન્ક લોકરમાં પાણી ઘૂસી ગયાની જાણ થતાં જ અરજદારો પોતાના કીમતી દાગીના, રોકડ, દસ્તાવેજ મેળવવા ધસી આવ્યા હતા.