નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 લાખ સીધી અને 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. આ યોજના પર રૂ. 28,602 કરોડનું રોકાણ થશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સૂચિત 12 સ્માર્ટ ઔદ્યોગિક શહેરો લગભગ રૂ. 1.52 લાખ કરોડના રોકાણની તકો પેદા કરશે. તેમણે કહ્યું કે, કેબિનેટે ઉત્તર-પૂર્વમાં રૂ. 4136 કરોડની શેરમૂડી સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ મંજૂરી
આપી છે.