ભુજઃ ખાવડા વિસ્તારમાં આવેલા મોટી રોહાતડ ગામે અઠવાડિયામાં 4 બાળકનાં મોત થતાં ઉચાટ ફેલાયો છે. જ્યારે 7 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ લઈ મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સરવે કર્યો હતો અને ક્લોરિનેશન સહિત રોગ અટકાયતી પગલાં ભર્યાં હતાં. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દૂષિત પાણીથી આ બનાવ બન્યો છે. જિલ્લા તંત્રની સૂચના અન્વયે મંગળવારે આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે ગામમાં દોડી ગઈ હતી, જે કલેક્ટર સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરશે.