રાજકોટઃ જૂનાગઢમાં દલિત યુવાન પર હુમલા કેસમાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેન્કની આગામી ચૂંટણી માટે જેલમાં બેઠાંબેઠાં ઉમેદવારી નોંધાવી છે. જેની સામે ગોંડલ બેન્કના ડિરેક્ટર દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવાઈ છે કે અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માગણી કરી છે.
બીજી તરફ ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 5 આરોપીની જામીન અરજી જૂનાગઢ કોર્ટે બીજી વખત નામંજૂર કરી દેતાં ગણેશની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 11 આરોપી હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. જેમણે જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.