જૂનાગઢઃ જૂનાગઢના મેઘાણીનગરથી એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું છે. જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ ભોંયરું નવાબીકાળનું હોવાની સંભાવના છે, જેને નવાબના ભાગવા માટે બનાવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. જૂનાગઢના મેઘાણીનગરમાં સિમેન્ટ બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાં જેસીબી દ્વારા જમીનમાં ખોદકામ કરતાં એક ભોંયરું મળી આવ્યું હતું.
આ ભોયરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી ગયા હતા. જૂનાગઢમાં અગાઉ દીવાન હાઉસ હતું અને નવાબીકાળમાં આવી ઘણી બધી વ્યવસ્થા સચવાયેલી હતી.