ઢાકાઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલા અત્યાચારનો સિલસિલો હજી યથાવત્ છે. 49 જેટલા લઘુમતી હિન્દુ શિક્ષકોને બળજબરીથી રાજીનામું આપવા ફરજ પડાઈ છે. બાંગ્લાદેશનાં કાર્યકારી સરકારનાં વડા મોહમ્મદ યુનુસની હિન્દુઓની સુરક્ષાની ખાતરી પોકળ પુરવાર થઈ છે. બરિશાલના બેકરગંજ સરકારી કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરને પણ તેમના હોદા પરથી રાજીનામું આપવા ફરજ પડી છે. 29 ઓગસ્ટે કેટલાક વિદ્યાર્થીઓ તેમજ અન્ય ઉપદ્રવી તત્ત્વો દ્વારા તેમની ઓફિસમાં હુમલો કરાયો હતો અને તેમણે રાજીનામું આપવા ફરજ પાડી પરેશાન કરાયા હતા. બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચન ઓઈક્યા પરિષદની વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ છાત્ર ઓઇક્યા પરિષદે દાવો કર્યો હતો કે, હિન્દુ શિક્ષકોને રાજીનામા આપવા મજબૂર કરાય છે.