નવી દિલ્હીઃ ભારત બાયોટેકે નેક્સ્ટ જનરેશનની ઓરલ કોલેરા વેક્સિન હિલકોલ લોન્ચ કરી છે. તેની સાથે જ કંપનીએ ગ્લોબલ શોર્ટેજને દૂર કરવા માટે મેન્યુફેક્ચરિંગનું વિસ્તરણ પણ કર્યું છે. ભારત બાયોટેકે કોલેરાથી સૌથી વધારે પ્રભાવિત દેશો માટે કોલેરાની સુલભ અને સસ્તી વેક્સિન બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંગળવારે ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, કોલેરા વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં એ સાબિત થઈ ગયું હતું કે આ વેક્સિન જાહેર ઉપયોગ માટે સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે 10 કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા સાથે વેક્સિન લોન્ચ કરી છે. કંપનીએ દરવર્ષે 4 કરોડ ડોઝની ગ્લોબલ શોર્ટેજને પૂરવાની યોજના બનાવી છે. હિલકોલની સેફટી તથા એફિશિયન્સીને લઈને પહેલા અને બીજા ફેઝનું પરીક્ષણ કરાયું હતું.