લાઓસઃ શનિવારે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ લાઓસમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, લાઓસમાં સાઈબર સ્કેમ કેન્દ્રોમાં ફસાયેલા 47 ભારતીયોને દેશના બોકિયો પ્રાંતથી બચાવી લેવાયા છે. ભારતીય સત્તાધીશો લાઓસમાં નકલી નોકરીની ઓફરો સામે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે અને તેમને છેતરવામાં ન આવે તે માટે સંપૂર્ણ યોગ્ય ધ્યાન રાખવા લાઓસ સરકારને વિનંતી કરી હતી. ભારતીય દૂતાવાસ અત્યાર સુધીમાં લાઓસથી 635 ભારતીયોને બચાવી ચૂક્યું છે અને તેમની સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. લાઓસમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, 47 ભારતીયોને બચાવ્યા છે. જેમાંથી 29 લોકો સોંપી દેવાયા છે. આ સાથે અન્ય ભારતીયો ન ફસાય તેની તકેદારી પણ રખાશે.