નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. પક્ષના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન પછી અમિત શાહ, જે.પી. નડ્ડા અને રાજનાથસિંહે પણ પક્ષ દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મિસ્ડકોલ કરીને ભાજપમાં પોતાનું સભ્યપદ રિન્યૂ કરાવ્યું હતું. વડાપ્રધાને સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, આપણો દેશ એક યુવાન દેશ છે. મારી સમક્ષ 18થી 25 વર્ષના નવયુવાનો છે, જે 2047ના ભારત માટે સૌથી મોટો પ્રેરણાસ્રોત છે.