કોરોના વાઇરસને લઈ યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસમાં વધારા વચ્ચે શુક્રવારે એક નિષ્ણાતે કહ્યું કે, ભારતે કોવિડની વધુ એક લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકા અને દક્ષિણ કોરિયામાં પણ કેસ વધી રહ્યા છે.
• નમાઝ માટેની બ્રેક રદ કરાતાં જેડીયુ-એલજેપી નારાજઃ આસામ વિધાનસભામાં શુક્રવારે મુસ્લિમ ધારાસભ્યોને બે કલાકનો વિરામ મળતો હતો જેને હટાવવાના નિર્ણયનો જદ(યુ) અને એલજેપીએ વિરોધ કર્યો છે. આ સિવાય લેટરલ એન્ટ્રી, જાતિ આધારિત વસ્તીગણતરી મુદ્દે પણ વિપરીત વલણ રાખ્યું છે.
• 10 વર્ષમાં મની લોન્ડરિંગના 5,000 કેસ, સજા માત્ર 40માંઃ 2014થી 2024 સુધીમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કુલ 5,297 કેસ કરાયા છે, જેમાંથી માત્ર 40 કેસમાં દોષિતોને સજા થઈ છે. ત્રણ આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે.
• ચંપઈ સોરેન ભાજપમાં સામેલઃ ઝારખંડના પૂર્વ પ્રધાનમંત્રી અને પૂર્વ જેએમએમ નેતા ચંપઈ સોરેન ભાજપમાં સામેલ થયા. તેઓ શિવરાજસિંહ ચૌહાણ, હેમંતા બિશ્વા સરમા અને બાબુલાલ મરાન્ડીની હાજરીમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.
• ત્યાગીનું રાજીનામુંઃ રાજીવ જેડીયુ રાષ્ટ્રીય પ્રવક્તાઃ જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ રાષ્ટ્રીય પ્રવક્તાપદ પરથી રાજીનામું આપ્યું છે. તેને સ્થાને રાજીવ રંજન પ્રસાદ રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા છે. રાજીવ રંજને કહ્યું કે, તેમણે અંગત કારણોસર આપ્યું છે.
• હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાનઃ રાષ્ટ્રીય અને સ્થાનિક પાર્ટીઓ સહિત બિશ્નોઈ મહાસભાની પણ મતદાનની તારીખ બદલવાની માગ સ્વીકારાઈ છે. હવે હરિયાણા વિધાનસભા ચૂંટણી 5 ઓક્ટોબરે થશે, મતગણતરી 8 ઓક્ટોબરે થશે.
• 1984 શીખ રમખાણો મામલે ટાઇટલર સામે કેસઃ 1984માં દિલ્હીમાં શીખવિરોધી રમખાણો દરમિયાન પુલ બંગશ ગુરુદ્વારા ખાતે 3 લોકોની હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર સામે આરોપો ઘડવા શુક્રવારે દિલ્હીની કોર્ટે આદેશ કર્યો હતો.