સુરતઃ ઔદ્યોગિક શહેર સુરતમાં છેલ્લા એક વર્ષમાં (2023-24) ગેરકાયદે આવેલા 22 જેટલા બાંગ્લાદેશીની ધરપકડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કરાઈ છે. આ તમામ બાંગ્લાદેશી આરોપી પાસે ભારતનું બોગસ આધારકાર્ડ અને જન્મના દાખલા મળી આવ્યા હતા. સાથે ઇલેક્શન કાર્ડ અને પાનકાર્ડ પણ મળી આવ્યાં છે. તેમની પાસેથી બાંગ્લાદેશનાં પણ આઇડેન્ટિટી કાર્ડ મળી આવ્યાં હતાં. તેમની સામે બોગસ ડોક્યુમેન્ટનો કેસ દાખલ કરાયો છે.