રાજકોટઃ સેવાભાવનાથી જાણીતા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા વધુ 4 સ્વામી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના નવલનગરમાં રહેતા જમીન-મકાનનું કામ કરતા જસ્મિન માઢકે 4 સ્વામિનારાયણ સાધુ સહિત 8 લોકો સામે રૂ. 3.40 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
આ ચાર સાધુમાં જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી, જૂનાગઢ તળેટી રોડ મંદિરના જયકૃષ્ણસ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉપરાંત લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજય ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.