સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, જેઓ 2013 ના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે.
• ભારત-બાંગ્લાદેશે 185 માછીમારોની આપ-લે કરીઃ ભારત અને બાંગ્લાદેશે તનાવપૂર્ણ સંબંધો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ પર 185 માછીમારોની આપલે કરી. ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)એ 95 ભારતીય માછીમારોના બદલે 90 પાકિસ્તાની માછીમારોને સોંપ્યા હતા.
• દેશમાં ભારતપોલ પોર્ટલ લોન્ચઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીબીઆઇ દ્વારા બનાવવામાં આવેલ ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે. આ પોર્ટલ રાજ્ય પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને ઇન્ટરપોલની જેમ ભાગેડુ આરોપીઓને શોધવામાં મદદ કરશે.
• નક્સલી હુમલામાં 9 જવાન શહીદઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે બપોરે થયેલા હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા, જ્યારે કેટલાક જવાનોને ઇજા થઈ હતી.
• IC-814ના હીરો દેવીશરણ એરઇન્ડિયાથી નિવૃત્તઃ 1999માં થયેલા કંદહાર હાઇજેક કાંડમાં ઇન્ડિયન એરલાઇન્સની IC-814 વિમાનના પાઇલટ કેપ્ટન દેવીશરણ હતાં. તેઓ હવે નિવૃત્ત થઈ ગયા છે.
• ભારત ચીન સરહદ નજીક ફાયરિંગ રેન્જ સ્થાપશેઃ ચીન સરહદ પર તેની પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે, તેનો જવાબ આપવા ભારતે પણ તેને જવાબ આપવાની પૂરી તૈયારી કરી લીધી છે. ભારત સિક્કિમમાં ચીનની સરહદની પાસે યોંગડીમાં બે હજાર મીટરની ફાયરિંગ રેન્જ સ્થાપી રહ્યું છે.
• કાશ્મીર અને કન્યાકુમારી રેલવેથી જોડાશેઃ કાશ્મીરને કન્યાકુમારી સુધી રેલમાર્ગથી જોડવાનું સપનું સાકાર થયું છે. કટરાથી બનિહાલ વચ્ચે 111 કિ.મી.ની રેલવેલાઇનને 10 જાન્યુઆરી સુધી ઓપરેશન માટે સર્ટિફિકેટ મળશે. રેલ સુરક્ષા આયુક્ત 8 જાન્યુઆરીએ સુરક્ષા બાબતોની ચકાસણી કરશે.
• ઇસરો લોન્ચ કરશે વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન - ઇસરો માર્ચમાં વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટ લોન્ચ કરશે, જેની કિંમત 1.5 બિલિયન ડોલર એટલે કે રૂ. 12,505 કરોડ છે. આ સેટેલાઇટ દર 12 દિવસે પૃથ્વીની એક-એક ઇંચ જમીનને સ્કેન કરશે.
• પ્રધાનમંત્રી મોદીએ અજમેર દરગાહે ચાદર મોકલીઃ અજમેર શરીફ દરગાહમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ચાદર ચઢાવી. રિજિજુએ કહ્યું કે, આ દેશની જૂની પરંપરા છે અને પીએમ મોદી દર વર્ષે ઉર્સ દરમિયાન ચાદર મોકલે છે.
• બિધુડીના વિવાદાસ્પદ શબ્દઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠકના ભાજપ ઉમેદવાર રમેશ બિધુડીએ ફરી એક વિવાદ છેડ્યો છે. તેમણે કાલકાજીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે દિલ્હીનો કાલકાજી રોડ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું.
સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, જેઓ 2013 ના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે.