આણંદઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અંતર્ગત વુમન ઇન એન્જિનિયરિંગ એફિનિટી ગ્રૂપની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ‘વુમન ઇનોવેટર્સ ઇન ટેક’ વિષય પર એક સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વજ્ર ઓ' ફોર્સ એમ્પાવર્મેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને મિશન સેફ ગુજરાતના સ્થાપક રુઝાન ખંભાતા ઉપસ્થિત રહ્યાં હતાં. IEEE ચારુસેટ સ્ટુડન્ટ બ્રાન્ચના સ્ટુડન્ટ ચેરમેન સાક્ષી શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું.