કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે મમતા સરકારને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 25 હજાર શિક્ષકોની ભરતી રદ્દ કરવાના કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું
હતું કે, સમગ્ર પસંદગી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને કાયદેસરતા ખતમ થઈ
ચૂકી છે.