પાકિસ્તાનથી હજારો અફઘાન શરણાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. મીડિયાના અહેવાલ અનુસાર 6700 વ્યક્તિઓના 944 અફઘાન પરિવારોને પાકિસ્તાનથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. સૌથી નોંધપાત્ર સ્થાનાંતરણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી થયું હતું, જ્યાં 5111 અફઘાન નાગરિકોને ટ્રાન્ઝિટ કેમ્પ અથવા હોલ્ડિંગ સેન્ટર્સમાંથી પરત મોકલવામાં આવ્યા હતા. જેમાં 2301 બાળકો અને 1110 મહિલાઓનો સમાવેશ થાય છે.