ભુજઃ કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમને 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડા કચેરીમા તત્કાલીન એસપી કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં 10 ફેબ્રુઆરીએ ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર કર્યા છે. બંને ગુનેગારને કોર્ટે 3 માસની કેદ અને દંડ ફટકાર્યો છે. સહઆરોપી પીએસઆઇ બિશ્નોઈ અને બી.એન. ચૌહાણ મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રીજા પોલીસકર્મી ગિરીશ વસાવડા દોષમુક્ત જાહેર થયા છે.